Vishwambhari Stuti વિશ્વંભરી સ્તુતિ

 

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા


Vishwambhari Stuti


વિશ્વામ્ભરી મા એ સમગ્ર બ્રહ્માંડનું  સર્જન કર્યું છે. તેઓએ બ્રમ્હા વિષ્ણુ અને મહેશ ની પણ રચના કરી છે .  તે સર્વોચ્ચ છે.
માતા કહે છે "અસલ મંદિર તમારી અંદર છે. બાહ્ય વિશ્વમાં તેની શોધ કરવાનું બંધ કરો. તમારા કાર્યો અને મૂલ્યો દ્વારા તમે તમારા ઘરને મંદિર બનાવી શકો છો. અંધશ્રદ્ધા અને અંધ વિશ્વાસ છોડી દો. તમારા કર્મ સૌથી ન્યાયીપૂર્ણ રીતે કરો."
હવે આપડે વિશ્વામ્ભરી માં ની સ્તુતિ જોયીયે

|| જય માં અંબા ભાવની ||


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા |
દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

ભુલો પડી ભવરણે ભટકુ ભવની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની |
ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો |
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં |
કોને કહું કઠણ યોગ તણો બળપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો |
દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું |
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ||

રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી |
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ||

ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો |
શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતિ પણ હું તમારો |
જાડયાંધકાર  કરી દુર સદ્બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે |
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું, રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું |
સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની |

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી |
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું, |
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે, માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ||


Aarti And Devotional Songs - We are grateful for your visit.
Please leave you valuable suggestions and comments below. 


Aarti And Devotional Songs -અમે તમારા આભારી છીએ.
તમારો કોઈપણ સુજાવ હોયે તો અમને કોમેન્ટ કરી જણાવો 


 🙏 તમારો સમય આપવા બાદલ આભાર 🙏  



Comments

Popular posts from this blog

Dashavatar Ni Aarti દસ અવતારની આરતી

Gayatri Mantra Meaning ગાયત્રી મંત્ર અને એનો અર્થ