Gayatri Mantra Meaning ગાયત્રી મંત્ર અને એનો અર્થ
|| GAYATRI MANTRA ||
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદનાં ત્રીજા મંડળમા મળી આવે છે. કહેવામાં આવે છે કે માતા ગાયત્રી એ માતા સરસ્વતી નુજ એક રૂપ છે. સરસ્વતી માતાએ સૂર્યદેવની આરાધના કરવા માટે ગાયત્રી મંત્રની રચના કરી હતી. સરસ્વતી માતાએ ગાયત્રી મંત્રનું સર્જન કર્યું , અને એ મંત્રને વાસ્તવિક રૂપ આપવા માટે ગાયત્રી માતાનું સ્વરૂપ ધારણ કર્યું . ગાયત્રી માતાને આપણી વેદમાતા પણ કહેવાય આવે છે.
ગાયત્રી મંત્ર ના ઉચ્ચારણ થી તમે તમારા મન અને શરીર ને દોષ મુક્ત કરી શકો છો. તેના સદંતર ઉપયૉગથી તમે તમારા જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો.
ગાયત્રી મંત્ર અને એનો અર્થ અપને વિસ્તારમાં જોઈએ.
Gujrati Meaning (ગુજરાતી અર્થ)
પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
Gujrati meaning in detail (ગુજરાતી અર્થ વિસ્તાર માં)
ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર.
ભૂ: - પદાર્થ અને ઊર્જા.
ભુવ: - અંતરિક્ષ.
સ્વ: - આત્મા.
--- ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ
અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર.
તત્ – તે, તેઓ.
સવિતુ: - સૂર્ય, પ્રેરક.
વરેણ્યં - પૂજ્ય.
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ.
દેવસ્ય - દેવતાનાં, દેવતાને.
--- તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને.
--- ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ.
ધિય: - બુદ્ધિ, સમજ.
ય: - તે (ઈશ્વર).
ન: - અમારી.
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે.
--- ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
Comments
Post a Comment